ચીખલી: ચીખલી તાલુકાના રાનકુવા પથંકમાં રહેતી 23 વર્ષીય યુવતી સોશ્યલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર આઈડી ધરાવે છે. કોઈક જાણભેદુ એ ત્રણ મહિના અગાઉ યુવતીનાં ઓરીજનલ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી ફોટો ઉઠાવી યુવતીના નામે ફેક આઈડી અપલોડ કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ યુવતીના સગા સબંધી, મિત્રો સહિત અજાણ્યાને ફ્રેન્ડ રિકવેસ્ત મોકલતો હતો.તે સાથે ફેક આઈડી ઉપર યુવતીનો મોબાઈલ નંબર વહેતો કર્યો હતો.
જેને પગલે અજાણ્યા લોકોના ફોન કોલ્સનો મારો શરૂ થયો હતો. જેનાથી પરેશાન યુવતીએ ચીખલી પોલીસ મથકે સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ચીખલી પીઆઈ ડી.એસ. કોરાટે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: હાલે ઈસ્ટાગ્રામ અને ઈસ્ટાગ્રામ પર ફોટા વિડીઓ અપલોડ કરવાનો ક્રેઝ વધી ગયો છે પણ યુવતીઓ ચેતી જજો.

