રાજપીપલા: રાજપીપલા કેવડિયા કાર્નિવલ-25 અંતર્ગત આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ નર્મદાના તીરે, સૂર સમીપે થીમ પર આધારિત ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાની રમઝટ જામી જેમાં સાંસ્કૃતિક કાર્યકમો સાથે વહીવટી તંત્ર દ્વારા ઊભા કરાયેલા સ્ટોલ પણ સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ કાર્નિવલમાં આવેલ પ્રવાસીઓ સ્થાનિકો, અધિકારીઓ દ્વારા વિવિધ વસ્તુઓની ખરીદી કરતા સ્ટોલ માં આવક પણ સારી થઈ હતી.એકતાનગર ઓડિટોરિયમના પ્રાંગણમાં વિવિધ હસ્તકલા, ફૂડ ઝોન અને બાળમિત્ર કાર્ટૂન પાત્રોની વિશેષ સ્ટોલ્સ ઉભા કરાયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ આરોગ્ય, વન વિભાગ, ખેતી-પશુપાલન, મહિલા અને બાળ વિકાસને સુનિશ્ચિત કરતી આઈ સી ડીએસ વિભાગના સ્ટોલ્સ, પોલીસ તેમજ ઓથોરિટી દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ્સનો લાભ સ્થાનિક નાગરિકો, તેમજ પ્રેક્ષકોએ પણ લીધો હતો.

