ભરૂચ: જંબુસરથી પસાર થતી ઢાઢર નદી પરથી ભારદારી વાહનોના પસાર કરવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે .જેને લઈને જંબુસરમાં ઇંટોના ભથ્થા ચલાવતા ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે.એક ટ્રકનો રોજનો 125 કીમોનો ફેરવો થતા સોના કરતા ઘડામણ મોંઘીનો અનુભવ થઇ રહ્યો હોવાથી ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય નિર્ણય લેવા માટે આવેદન પાત્ર પાઠવામાં આવ્યું હતું.
ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ સમારકામના હેતુસર બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહનવ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચના જંબુસરથી આમોદને જોડતો ઢાધર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને સમારકામ અર્થે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બ્રિજ બંધ થતા મીઠા અને ઈંટના વેપારીઓ અને શ્રમિક વર્ગે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ઇટ ઉત્પાદકોના અંદાજે 35 થી 40 ભઠ્ઠા આવેલા છે.
જેમા અંદાજીત 2400થી 3000 શ્રમિકો રોજીરોટી મેળવે છે અને વાહનો હાલ વિકલ્પિક રસ્તા ઉપર પસાર થાય છે પણ આવવા જવામાં આસરે 90થી 125 કિ.મીનો ફેરાવો થાય છે.જેનુ અંદાજીત 30 થી 40 લીટર ડીઝલ તેમજ ટોલટેક્ષનું ભારણ વધે છે. વૈકલ્પીક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારમાથી જતા હોય તેથી ત્યાના લોકલ ગ્રામજનો સાથે ઘર્ષણ ઉભું થાય છે.આ બધી પસ્થીતીને ધ્યાનમાં રાખી અત્યારે જે ઢાઢર નદી ઉપરનો પુલ અંદાજીત 300 થી 400 મીટરના બ્રીજને પસાર કરવા દેવામાં આવે તો વધારાના ખર્ચનું ભારણ ઓછુ થય શકે છે.સાથે જ ઢાઢર પુલ છે તેના ઉપરથી એક એક વાહન બન્ને સાઇડથી પસાર થાય એવુ આયોજન કરવામાં આવે એવી માગ કરાય છે.

