વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ગામમાં આવેલી 40 વર્ષ જૂની શાકભાજી માર્કેટનો સ્લેબ અચાનક ધરાશાય થયો છે. ઓરવાડ ગ્રામપંચાયત દ્વારા સંચાલિત આ માર્કેટમાં લગભગ 8થી 10 દુકાનોનો આગળનો ભાગ તૂટી પડયો હતો.ઘટના સમયે વેપારીઓ અને ગ્રાહકો હાજર હતા.થોડી ક્ષણો માટે અફરાતફરી મચી ગઈ હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. આ માર્કેટ ખાસ કરીને શાકભાજીના લારી ચલાવતા અને દુકાન ચલાવતા વેપારીઓ માટે બનાવવામાં આવી હતી. માર્કેટની જર્જરિત હાલત અંગે વેપારીઓએ અગાઉથી જ સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ યોગ્ય પગલાં ન લેવાતા આ ઘટના બની હતી.

ઘટનાની જાણ થતાં ઓરવાડના સરપંચ અને ગ્રામપંચાયતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોખમી બની શકે તેવા અન્ય હિસ્સાઓને તોડવાની કામગીરી તરત શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો અને વેપારીઓએ આ સ્થળે નવી, મજબૂત અને સુવિધાસભર બજાર ઇમારત બનાવવાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here