નવસારી: દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી, સુરત અને તાપી જિલ્લાના વિસ્તારોમાં વરસાદ વરસતા પૂર્ણા નદીમાં પાણીની સપાટી વધી છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા સુપા-કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ છેલ્લા બે દિવસથી પાણીમાં ડૂબી ગયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ચાલુ વરસાદી સિઝનમાં આ બ્રિજ ચોથી વખત પાણીમાં ડૂબ્યો છે.બ્રિજ બંધ થવાથી આસપાસના દસથી વધુ ગામના લોકોને અવરજવર માટે લાંબો ચકરાવો ખાવો પડી રહ્યો છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણીની સપાટી ઘટે ત્યાં સુધી બ્રિજ બંધ રહેશે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્થાનિક રહેવાસીઓએ કાયમી ઉકેલની માંગ કરી છે જેથી દર વર્ષે આવી સમસ્યાનો સામનો ન કરવો પડે.

