અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિરણૂક, કોંગ્રેસનાં મુખ્ય દંડક તરીકે ડૉ. કિરીટ પટેલ, વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલાની ઉપદંડક તરીકે નિમણૂક, જ્યારે પ્રવક્તા તરીકે જીગ્નેશ મેવાણી અને અનંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિને ફરી વધુ મજબૂત કરવાનાં ઉદ્દેશ્ય સાથે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કેટલાક ફેરબદલ કરવામાં આવ્યા છે. પંસદગીનાં નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. માહિતી મુજબ ગુજરાતમાં પ્રવક્તા તરીકે જીગ્નેશ મેવાણી અને અનંત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને હવે સત્તા પક્ષને મોં તોડ જવાબ મળી રહેશે એમ કોંગ્રેસના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે.
જીગ્નેશ મેવાણી અને અનંત પટેલની પ્રવક્તા તરીકે નિમણૂક કરાઈ છે. ખજાનચી દિનેશ ઠાકોર, મંત્રી તરીકે કાંતિ ખરાડીને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને આ માહિતી આપવામાં આવી છે. હવે ગુજરાતમાં કોંગ્રેસ પૂરજોશ સાથે ફરી એકવાર એક્ટિવ થઈ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ રહી છે જ્યારે લોકો કહી રહ્યા છે કે હવે અમારા મુદ્દાઓને અવાજ મળશે.

