ધરમપુર: ધરમપુરના WHOની ગાઈડલાઇન મુજબના આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાના સ્નેક રિસર્ચ સેન્ટર ધરમપુરમાં ઉપસ્થિત ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધિ ફોરેસ્ટ ફોર્સ ગાંધી નગર એ.પી.સીંઘ, વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય ગણદેવી નરેશભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલને સર્પ સંશોધન સંસ્થાનના સિનિયર સાયન્ટિફિક ઓફિસર ડો.મહર્ષિ પંડયા, વાઇસ ચેરમેન અને ધરમપુરના ડૉ . ડી.સી.પટેલ, મદદનીશ વન સંરક્ષક રૂચિ દવે દ્વારા સર્પ સંશોધન સંસ્થાની કાર્યપ્રણાલી, વિષ સંશોધન અને સર્પ સંરક્ષણ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી આપી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ માલનપાડામાં ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશ સંચાલિત SRIમા મંત્રી તથા અધિકારીઓ, ધારાસભ્ય સહિતે બિગ ફોર કોબ્રા, કોમન ક્રેટ, રસલવાયપર, સો-સ્કેલ્ડ વાયપર ઉપરાંત આ વિસ્તારમાં જોવા મળતો બાંબુ પીટ વાયપર મળી 401 સર્પને ગાઇડલાઇન મુજબ રાખવામાં આવેલા સર્પઘર તથા ઝેરમાંથી લાઈફોલાઈઝડ પાઉડર બનાવવા સુધીની પધ્ધતિની લેબોરેટરીની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ડૉ. મહર્ષિ પંડયા દ્વારા સર્ટિફિકેટ આપ્યું. જેમાં 250થી વધુને તાલીમ આપી. વનસંરક્ષક ડૉ.બી.સુચિંદ્રા, નાયબ વનસંરક્ષક લોકેશ ભારદ્વાજ, નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, હિરેન પટેલ, ઉપસ્થિત રહ્યા હતા.ઝીરો ડેથ રેઈટ થવાની આશા ઉભી થઈ આંતરરાષ્ટ્રીય કક્ષાના WHOની ગાઈડલાઈનના દેશના એક માત્ર આ સંસ્થાનમાં તૈયાર થનારા રીજીયન સ્પેસિફિક એન્ટી વિનમ ઇન્જેક્શન બનાવવા માટેના લાયેફોલાઈઝડ પાઉડર તૈયાર કરવાની શરૂઆતથી ભવિષ્યમાં અલગઅલગ રાજ્યના સર્પદંશના દર્દીઓની સારવારમાં સફળતાનો આંક વધવાની સાથે ઝીરો ડેથ રેઈટ થવાની આશા ઉભી થઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here