વલસાડ: વલસાડને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ અપાવવા PM નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ,રેલવે અધિકારીઓને સતત રજૂઆતોના અંતે વલસાડ રેલવે સ્ટેશનને વંદે ભારત સ્ટોપેજની મંજૂરી બાદ સાંસદ ધવલ પટેલના હસ્તે ટ્રેનને લીલીઝંડી આપી હતી. હવે પછી વલસાડને શતાબ્દી,ગરીબ રથના સ્ટોરેજ અને લોકલ ટ્રેનો ચાલૂ કરવા પણ સાંસદે ખાત્રી આપી હતી.વલસાડ સ્ટેશન પર સાંસદ ધવલ પટેલના હસ્તે અને ધારાસભ્યો ભરતભાઇ પટેલ, અરિવંદ પટેલ, જિ.પં.પ્રમુખ મનહર પટેલ, જિ.ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ડીઆરએમ પંકજસિહની વિશેષ ઉપસ્થિતિમાં વંદેભારતનું સ્વાગત અને લીલી ઝંડીનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે,વલસાડ નાનકડુ છે,પણ તેનું નામ સમગ્ર દેશ વિદેશમાં રોશન છે.ઐતિહાસિક દષ્ટિએ આઝાદી સાથે વલસાડનું નામ સંકળાયેલું છે.વંદેભારત માટે પીએમ મોદીએ ખુબ પ્રતિસાદ આપ્યો, વલસાડનું મહત્વ સમજાવવા રેલવે મંત્રી અશ્વિનીકુમારની 18 વાર મુલાકાત કરી ઉંડાણપૂર્વકનું પ્રેઝન્ટેશન રજૂ કરતાં રેલ મંત્રી રાજી થઇ ગયા હતા.જેમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલનો સિંહફાળો છે.ગૃહમંત્રી અમિત શાહનો પણ હમેશા ખાસ સહયોગ મળતો રહ્યો છે.ધારાસભ્ય ભરતભાઇ પટેલે કહ્યું વંદેભારત સ્ટોપેજનો સમગ્ર યશ સાંસદ ધવલ પટેલને જાય છે.

ધરમપુર ધારાસભ્ય અરવિદભાઇએ સાંસદ ધવલ પટેલે વંદેભારતનું આપેલું વચન નિભાવી મોટી સુવિધા આપી છે તેવું કહ્યું હતું. જિ.ભાજપ પ્રમુખ હેમંતભાઇએ સાંસદ ધવલ પટેલ દ્વારા છેલ્લા 1 વર્ષથી સતત રજૂઆતો કરી વંદેભારતનું સ્ટોપેજ અપાવ્યું છે અને તેઓ સતત પ્રજાલક્ષી કામો કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું.જિ. ભાજપ હોદ્દેદારો, ભાજપ કાર્યકરો,પાલિકા પ્રમુખ માલતી બેન ટંડેલ હાજર રહ્યા હતા. રેેલવે અધિકારી અજયસિંહે આભારવિધિ કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here