નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે રાજપીપળામાં વરસાદ વચ્ચે વડિયા ગ્રામ પંચાયત હેઠળની ગેલેક્સી સોસાયટી પાસે એક દુર્ઘટના સર્જાઈ. વીજળીના થાંભલામાંથી કરંટ ઉતરતા એક ગાયનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.
Decision News ને મળેલી માહિતી અનુસાર વડીયા ગ્રામ પંચાયતની હદમાં આવતી ગેલેક્સી સોસાયટીના કોટ પાસે આવેલા વીજળીના થાંભલા નજીક એક ગાય ચરી રહી હતી. ગાય વીજ પોલને અડી જતાં કરંટ લાગવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.વડીયા ગામના લક્ષ્મણભાઈ રાઠવા પોતાની ગાયો લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન ગેલેક્સિ સોસાયટી પાસે આવેલા વિજપોલ પાસે વરસતા વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું. ગાય નજીકમાં જતાં વીજ પોળમાંથી ઉતરી રહેલા કરન્ટ લાગતા ગાય તરફડિયા મારવા લાગી હતી.
ગાયને બચાવવા જતાં લક્ષ્મણભાઈને પણ કરન્ટ લાગ્યો હતો. પરંતુ તેઓ તરત જ દૂર ખસી જતાં તેમનો બચાવ થયો અને મોટી દુર્ઘટના સર્જાતા બચી ગઈ. તાત્કાલિક જીઇબી અધિકારીને જાણ કરવામાં આવી હતી અને ઉતરતા કરંટને બંધ કરવામાં આવ્યો હતો.આ બનાવમાં 50 હજાર રૂપિયાની કિંમત ધરાવતી ગીર ગાયનું મોત થયું હતું. ગાય માલિક હવે ગ્રામ પંચાયત પાસે મૃત ગાયનું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

