ધરમપુર: ગતરોજ રાત્રીએ ધરમપુરના આંબા તલાટ ગામના ધસારપાડા ફળિયામાં આવેલ પાવર હાઉસની સામે એક હનમતમાળ બાજુએથી આવતી ક્રેટા કારની અકસ્માતની ઘટના બનવા પામી હતી, સદનસીબે કોઈપણ નુકશાન કે જાનહાની થઇ નહોતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આંબા તલાટ ગામના સ્થાનિક યુવા જણાવે છે કે ગતરોજ એક રાજસ્થાની જે આંબા તલાટ ખાતે પોતાની મેડીકલ શોપ ચાલવે છે તે હમનતમાળ થી ધરમપુર રસ્તે પોતાની ક્રેટા કાર લઈને આવી રહ્યો હતો ત્યારે તેણે સ્ટેરીંગ કાબુ ગુમાવી દેતાં કાર એક ખેતરમાં ઉતરી જવાના કારણે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ખેતરમાં રોપણી કરેલ ભાતનું નુકશાન થયું હતું, જેને લઈને 1000નું વળતર ખેડૂતને ચૂકવી દેવામાં આવ્યું હતું. ક્રેટા કારને ખેતરમાંથી કાઢવા JCB ની મદદ લેવાની નોબત આવી હતી.

રાજસ્થાની કાર ચાલક દારૂના નશામાં હોવાનું ઘટનાને નજરે જોનારા લોકો કહેવું હતું. આ ઘટના કાર ચાલક નશામાં હોવાના કારણે બની હતી. સ્થાનિક લોકો કહે છે કે સારું થયું કોઈ જાનહાની ન થઇ નહિ.. આવા બહારથી ધંધો કરવા આવેલા રાજસ્થાની નશામાં ધૂત થઇ ગાડી હંકારે છે અને અક્સ્માત કરતાં હોય છે અને કોઈ જાનહાની થાય તો એના માટે જવાબદાર કોણ ? એવી લોકચર્ચા આંબા તલાટ ગામમાં સંભળાઈ રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here