કપરાડા: જોગવેલ ફાટક નજીક ગતરોજ નાસિકથી કેબલ ભરી વાપી તરફ આવી રહેલો આઇશર ટેમ્પો અચાનક પલટી મારી જતા આગળના ભાગમાં આગ લાગી ગઇ.સદનશીબે ચાલકનો બચાવ થયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ નાશીકથી આઇશર ટેમ્પો નંબર GJ 13 AW 9976ના ચાલકને ઝોકું આવી જતા ટેમ્પો રસ્તાની બાજુમાં ઉતરી ગયા બાદ પલટી ગયો હતો. જે બાદ તેમાં આગ લાગી ગઇ હતી જેને લઇ અન્ય વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

સદનસીબે ટેમ્પો ચાલક સમયસર બહાર નીકળી જતા બચાવ થયો હતો. બનાવ અંગે વાપી ફાયર સેફ્ટી વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી સળગાવતાં ટેમ્પોની કેબિન પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટેમ્પાની કેબિન બળીને ખાખ થઈ ગઈ હતી.આ આગની ઘટનાના કારણે નાનાપોંઢાથી કપરાડા તરફ જતા માર્ગે ટ્રાફિક જામ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા નાનાપોંઢા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો.