ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઘણા સમયથી આજુબાજુ ગામના ખેડૂતોને સિંચાઈ માટેનાં પાણીની સમસ્યા હોય પશુપાલન માટે પણ પાણી વગર ઘણી તકલીફો પડતી હોય જેની રજૂઆત ઝઘડિયા તાલુકાના ગામોના ખેડૂતો અને આગેવાનો દ્વારા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાને કરવામાં આવી હતી.
રજૂઆતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાએ ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને જે રજૂઆતને ગુજરાત સરકાર દ્વારા ત્વરિત ધ્યાને લેવામાં હતી અને ગુજરાત સરકારમાં પાણી પુરવઠા, જળ સંસાધન, અન્ન નાગરિક પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા ઝઘડિયા તાલુકાનાં બોરજાઈ મોરતલાવ ઉટીયા પઢાલ અને પાનવાડી સહિતના ગામોની સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ઝઘડિયા ખાતેના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના સમસ્યાગ્રસ્ત ગામોની મુલાકાત કાર્યક્રમ પ્રસંગે જંબુસર વિધાનસભાનાં માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા ઝગડિયા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ અને દૂધધારા ડેરીના ડિરેકટર શ્રી પ્રકાશભાઈ દેસાઈ આજુબાજુ ગામનાં સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

