સાપુતારા: વર્તમાન સમયમાં સાપુતારા ખાતે સ્થાનિક રોજગારી માટે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ-2025નું આયોજન ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ આ સાપુતારાને ટુરિઝમ વિકસાવવાને બદલે ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા આ મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ-2025માં જનમેદની (માણસો એકઠા) કરવા ડાંગ જિલ્લા ના 311 ગામડાઓ માંથી લોકોને લઈ જવા માટે GSRTC ની બસો અને તલાટી કમ મંત્રીશ્રીઓ અને GRS અને સુપરવાઈઝર અને રૂટ સુપરવાઈઝરની નિમણુંક કરીને 50 થી 100 માણસોનો ટાર્ગેટ આપવા આવેલ છે.જેના વિરોધમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું છે.
વહીવટી તંત્રને ઓફિસ કામગીરી સોંપવાના બદલે ડાંગ જિલ્લા પ્રશાસાન પોતાની વાહવાહી લૂંટવા માટે આવા નાટક કરી રહિયા છે. ડાંગ જિલ્લામાં લોકોના ગ્રામ પંચાયત કામ પુરા થતા નથી. અને તલાટી કમ મંત્રીશ્રીની ભરતી કરવાનાં બદલે ડાંગ જિલ્લાના લોકો તલાટી કમ મંત્રીશ્રીના અભાવે હેરાન પરેશાન થઈ રહી છે. અને વધુમાં જણાવવાનું કે ડાંગ જિલ્લામાં ગ્રુપ ગ્રામ પંચાયત 100 છે. જેમા અંદાજે 30 જેટલા તલાટી કમ મંત્રીશ્રીઓ છે. જેને 1 તલાટી કમ મંત્રીશ્રીના ફાળે અંદાજે 3 થી 4 ગ્રામ પંચાયત ચાર્જ સાથે રેગ્યુલર અને રેવન્યુની કામગીરી પણ પંચાયત તલાટીને આપવાથી કામનું ભારણ અતિશય હોઈ તો આવા ફેસ્ટિવલ કાર્યક્રમના બદલે ગ્રામ પંચાયત પર હાજર રહી લોકોના કામ જ કરે જેથી ડાંગ જિલ્લાની જનતા ડાંગ જિલ્લા વહીવટી તંત્રની વાહવાહી કરે.
આ વિષયને ધ્યાનમાં લઈ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ને આપેલ આદેશ તાત્કાલિકને રદ કરવામાં આવે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આદેશને રદ કરવા અપીલ કરવામાં આવી છે. જો આ આદેશને રદ કરવામાં નહિ આવે તો બસને રોકી વિરોધ પ્રદર્શન કરીશુ જેની સંપૂર્ણ જવબદારી આપ સાહેબ અને ડાંગ જિલ્લા પ્રશાસનની રહેશે.

