ધરમપુર: ધરમપુરના સમડીચોક વિસ્તારમાં ગતરોજ દિવાસાના દિને નારિયેળ ટપ્પાની વર્ષોથી રમાતી રમત લોકોએ રમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અનુમાનિત નારિયેળના ઉંચા ભાવની અસર રમત રમનારાઓની ઓછી સંખ્યા સાથે જોવા મળી હતી.

નારિયેળ ટપ્પા દાવની રમત સાથે લોકોએ આ આદિવાસી પરંપરા જીવંત રાખી હતી. Decision News ને મળેલી માહિતી મુજબ શ્રી સાઇનાથ હોસ્પિટલના આદિવાસી ડૉ. હેમંત પટેલે નારિયેળ ટપ્પા દાવ રમત રમી પર્વની ઉજવણી કરી હતી.

ડૉ. હેમંત પટેલે દિવાસા પર્વની માહિતી આપતા કહ્યું હતું કે, દિવાસો એટલે આદિવાસી સમાજનો પર્વ, ખેતી સાથે જોડાયેલા આદિવાસીઓનું અષાઢ માસ પૂરો થતાં ખેતરમાં રોપણીનું કામ પૂર્ણ અથવા પૂર્ણતાના આરે થતું હોય છે.એટલે અષાઢ માસનો અંતિમ દિવસ તે દિવાસો અને રોપણી પૂર્ણ થયાનો આનંદોત્સવ, આદિવાસી સમાજ ધ્વારા પરંપરાગત રીતે ઉજવવામાં આવતો પર્વ છે.