ધરમપુર: ધરમપુરના આસુરા બિરસા મુંડા સર્કલથી બીલપુડી બાયપાસ રોડ ઉપરથી પસાર થતી સ્વર્ગવાહીની નદી ઉપરના પુલનું બેરીયર તૂટેલું છે. અને પિલર પર સળિયા દેખાઇ રહ્યા છે. જેથી આ બ્રીજની ચકાસણી તકેદારીના ભાગરૂપે કરવા માટે તા.પં. અપક્ષ સભ્યએ માગ કરી છે.
અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે કહ્યું હતું કે NHAI-56ના આ રસ્તા પર નદી ઉપરનું સ્ટ્રક્ચર પ્રાથમિક દ્રષ્ટિએ જર્જરીત હાલતમાં દેખાય છે. જેથી તંત્રએ. ખરેખર આ પુલ ભારે વાહન માટે જોખમી હોય તો અવરજવર બંધ કરવી જોઈએ અને કોઈ ઘટના ફરી ન બને એ માટે યોગ્ય ધ્યાન આપવુ જોઈએ.
વધુમાં તેમણે અહીંથી દિવસ રાત ભારે વાહનો સહિતના વાહનો પસાર થતા હોય છે. આસુરા અને આંબા તલાટના બે બ્રીજ ભારે વાહનની અવરજવર માટે બંધ કરી તંત્રએ લીધેલા પગલાં સરાહનીય છે. આ સ્ટ્રક્ચરની પ્રોટેક્શન વોલનો એક ભાગ પણ થોડો નમી પડયો હોવાનું દેખાય છે. જેથી આ ભાગ તથા તોડી પાડી બેરીયરના સમારકામની જરૂર છે.

