વલસાડ: વલસાડ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 6 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજશ્રી એલ. ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર વર્માએ નવા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.

તેમણે જણાવ્યું કે શિક્ષક સમાજમાં પરિવર્તન લાવનાર મહત્વપૂર્ણ કડી છે.શિક્ષણાધિકારી ડો. ટંડેલે શિક્ષકોને સંબોધતા કહ્યું કે શિક્ષક માત્ર વિષય જ નહીં, પરંતુ જીવન મૂલ્યો અને સંસ્કાર પણ શીખવે છે. તેમણે શાળાનું વાતાવરણ ઘડવા અને બાળકોના સર્વાંગી વિકાસમાં માર્ગદર્શક બનવા માટે શિક્ષકોને પ્રેરણા આપી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ નિમણૂકો રાજ્ય સરકારના ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મજબૂતીકરણના પ્રયાસોનો ભાગ છે. આ પગલું વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અને શિક્ષણમાં સમતા લાવવામાં મદદરૂપ થશે. નવા નિમાયેલા શિક્ષકો વલસાડ જિલ્લાની શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here