વલસાડ: અટગામની એક 22 વર્ષીય શિક્ષિકાને ચીખલી ખાતે લગ્ન બાદ વધુ ઉચ્ચ અભ્યાસ અને સરકારી નોકરી કરવા દેશે તેવી ખાત્રી આપ્યા પતિ અને સાસુ સસરાએ વધુ અભ્યાસ અને નોકરી નહિ કરવા દબાણ અને માનસિક ત્રાસ ગુજરાતાં પરિણીતાએ સાસરે અટગામમાં બેડરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ કેસમાં વલસાડ રુરલ પોલીસે પતિ,સાસુ અને સસરા વિરુધ્ધ દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યા હતો.Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના ગોડથલ ગામે રહેતા ઉમેશભાઇ રતિલાલ દેસાઇની દીકરી વિશાખા ઉ.22, 2023માં બીએડનો અભ્યાસ કરતી હતી ત્યારે તેણીના લગ્ન 15 મે 2023ના રોજ વલસાડ તાલુકાના અટગામના ધોડા ટેકરી ફળિયાના યુવક જિગર પટેલ સાથે થયા હતા.
લગ્ન પહેલાં વિશાખા આગળ વધુ અભ્યાસ કરશે.સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષઓ આપશે તેવી સહમતિ બાદ હવે અભ્યાસ,સ્પર્ધાત્મક પરીક્ષા અને નોકરી વિગેરે કરવા ના પાડી ત્રાસ ગુજારતા 12 માર્ચે અટગામ ખાતે સાસરે ઘરે બેડરૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પિતાની ફરિયાદના આધારે સાસરિયા સામે આપઘાતની દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.જેની તપાસ દરમિયાન રૂરલ પોલીસે પતિ,સસરા અને સાસુની ધરપકડ કરવામાં આવી હતી.

