ભરૂચ: ભરૂચ જિલ્લાના મનરેગા હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેનામાં બે ટેકનિકલ આસિસ્ટન્ટ તથા ટોટલ બે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરનો સમાવેશ થાય છે.ભરૂચ SIT ની ટીમે ધરપકડ કરવામાં આવેલ આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોયેબ મહંમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા મહંમદ સહલ ઈસ્માઈલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.પોલીસ સૂત્રો મુજબ,આ સમગ્ર કૌભાંડમાં મનરેગા યોજના હેઠળ કામો ફાળવવા,તેના મજૂરીના ચુકવણાં અને કામોની પૂર્ણતા બાબતે થયેલી ગેરરીતિઓમાં આ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાની શકયતા છે.હાલમાં પોલીસે ચારેય આરોપીઓની વિગતવાર પૂછપરછ શરૂ કરી છે.

આ કેસમાં અગાઉ હીરા જોટવા તેના પુત્ર દિગ્વિજય જોટવા,બે એજન્સીઓના સંચાલકો, હાંસોટના કોમ્પ્યુટર ઓપરેટર અને એક વચેટિયા સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ હતી હાલમાં તેઓ તમામ સબજેલમાં છે.હાલમાં પોલીસે પકડેલાની ધરપકડ સાથે તપાસ વધુ ઊંડી બનાવી દેવામાં આવી છે. ભવિષ્યમાં વધુ અટકાયતો થવાની સંભાવના છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here