ચીખલી: ચીખલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, સોલધરા ગામના યોગેશભાઈ રાઠોડે એપ્રિલ 2024માં પોતાની મારુતિ ઓમની વાન OLX એપ પર વેચવા મૂકી હતી. 28 એપ્રિલના રોજ વલસાડના પરવેઝ ઇમ્તીયાઝ કોલીવાલાએ તેમનો સંપર્ક કર્યો હતો.
વાહન માટે રૂ. 47,000નો સોદો નક્કી થયો હતો. પરવેઝે કસ્તુરબા હોસ્પિટલ પાસે યોગેશભાઈને બોલાવ્યા હતા. તેણે કોટક મહિન્દ્રા બેંકનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયો હતો. યોગેશભાઈએ વારંવાર પૈસાની માગણી કરી, પરંતુ આરોપીએ ના તો પૈસા આપ્યા કે ના તો વાહન પરત કર્યું.
વધુમાં, આરોપીએ ક્રેડિટ કાર્ડની લિમિટ ખોલવાના બહાને યોગેશભાઈ પાસેથી ગૂગલ-પે દ્વારા વધુ રૂ. 4,000 પડાવ્યા હતા. આમ, કુલ રૂ. 51,000ની છેતરપિંડી કરી હતી. આ મામલે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

