છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામના દરબાર ફળિયામાં બપોરે બે વાગ્યે મોટી દુર્ઘટના સર્જાઈ. બળવંતસિંહ ગંભીરસિંહ સોલંકીના ઘરમાં અચાનક આગ લાગી. ઘરમાં ઘાસચારો ભરેલો હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું.

આગની જવાળાઓ જોતજોતામાં આજુબાજુના મકાનો સુધી પહોંચી ગઈ. આગમાં કુલ 10 મકાનો બળીને ખાક થયા. તમામ મકાનોની ઘરવખરી અને સામાન બળીને રાખ થઈ ગયો.છોટા ઉદેપુર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, પરંતુ તેમને પહોંચતા એક કલાક જેટલો સમય લાગ્યો. ત્યારબાદ કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને બોડેલીથી પણ ફાયર ફાઇટરની ટીમો પહોંચી.

Decision News ને મળેલી માહિતી મુજબ આગમાં સોલંકી સુંદરબેન દલપતસિંહ, સોલંકી ઇન્દ્રસિંહ નટવરસિંહ, સોલંકી બળવંતસિંહ ગંભીરસિંહ, સોલંકી મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ, સોલંકી વિજયસિંહ ચંદ્રસિંહ, સોલંકી વિમલસિંહ પ્રભાતસિંહ, સોલંકી હેતલબેન રાજનસિંહ, સોલંકી દેવેન્દ્રસિંહ દલપતસિંહ, રણા હંસાબેન પ્રભાતસિંહ અને સોલંકી કાશીબેન રતનસિંહના મકાનોને નુકસાન થયું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here