ધરમપુર: આજરોજ તા. 24/07/2025 ના દીને ધરમપુર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વલસાડને પી.આઇ.શ્રી ધરમપુર મારફત તુષાર ચૌધરી આદિવાસી સમાજના ધારાસભ્ય અને જેઓ આદિવાસી છે.જેના દાખલા આપી સંપુર્ણ આદિવાસી સમાજનો અપમાન કરવા બદલ વકત્વય આપનાર સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી તાત્કાલીક ધરપકડ કરવા બાબત એ રજુઆત કરવામાં આવી.જગદિશ મહેતા પત્રકાર અથવા જે હોય તે અમારા આદિવાસી સમાજનાં લોક લાડીલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી અમરસિંહભાઇ ચૌધરીનાં સુપુત્ર શ્રી ડૉ. તુષાર ચૌધરી કે જેઓ અમારા આદિવાસી સમાજનો પ્રતિનિધિત્વ કરે છે. અને આજ સુધી કરતા રહેલ છે. અને જેઓ આદિવાસી હોવાનું ક્યારે પણ છુપાવતા નથી,અને છુપાવેલ નથી.
શ્રી ડૉ. તુષાર ચૌધરી આદિવાસી તરીકેનો સ્વીકાર કરે છે. અને તેઓની પાસે મહેનત, મજુરી તથા ડૉક્ટરના નાતે કે, તેમના પરિવારીક ખાન-દાનથી જે પણ ધન મળેલ હતે કે મેળવેલ હશે. જેના ઉપયોગમાં તેઓ એજ્યુકેટ વ્યક્તિના સૌભાવમાં રહેતા હોય એની સામે અમોને કે, અમારા સમાજને કોઈ વાંધો નથી. જેમ કે જેઓ આદિવાસી સમાજના સુખ:દુખમાં કે સરકારમાં જે કંઈ રજુઆત કરવાની થાય તેવા સમયે તેઓ આજની તારીખે પણ અમારા આદિવાસી સમાજને મદદરૂપ થાય છે. અને તેની સામે આંગળી ચીંધીને સંપૂર્ણ આદિવાસી સમાજનું અપમાન થાય એવી પીચ આપનાર શ્રીમાન સામે એટ્રોસીટી એકટ મુજબ ધરપકડ કરી આદિવાસી સમાજની માફી માંગે એવી અમારી માંગણી છે. અને તેમ કરવામાં નહી આવે તો અમો સંપૂર્ણ આદિવાસી સમાજનાં સંગઠનો એકત્રીત કરી અમો અમારી રીતે એની સામે કંઇક પણ કરી શકીએ છીએ.તેવા સમયે અમો કે, અમારો સમાજ જવાબદાર રહેશે નહી.
શ્રીમાનશ્રી કોઇના હાથા બનીને જે સ્પીચ આપેલ છે જેમાં શબ્દસહ માફી માંગે જે સ્પીચ અત્રે તેમના જ વ્યક્તવ્યમાં ડૉ. તુષાર ચૌધરીને હાથો બનાવી આદિવાસી સમાજને ગંદી-ગંદી ગાળો સ્વરૂપે આપેલી પીચ એનાજ શબ્દોમાં તા.23/7/2025ના રોજ મોબાઇલ ઉપર પ્રસારીત થયેલ અને સંપૂર્ણ આદિવાસી સમાજનું અપમાન થયેલ છે. જેની સામે તાત્કાલીક એફ.આઇ.આર. કરી ધરપકડ કરવા વિનંતી છે. અને આ વક્તવ્ય કોઇના કહેવાથી કે, કોઇ વ્યુહત્મક બાબતના કારણે કોઇ ગોઠવણ હોય અને કોઇના હાથા બનીને વ્યક્તવ્ય આપ્યુ હશે તેવું પણ અમોને લાગે છે. તો આ બાબત પણ ચકાસણી પાત્ર છે. અને તેઓને પણ સજા થઈ શકે તેમ કરવા બાબતે રજુઆત કરવામાં આવી.

