સુરત: વિશ્વ આદિવાસી દિવસે ગુજરાતના મુખ્યમંત્રી સુરત જિલ્લાના માંડવી ખાતે આવી રહ્યાં છે જેની તૈયારી ખુબ જ જોરશોરથી ચાલી રહી છે જેને લઈને આદિવાસી કર્મશીલ અખિલ ચૌધરી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે જેમાં અખિલ ચૌધરી એ જણાવ્યું છે કે 9મી ઓગસ્ટ 2025 “વિશ્વ આદિવાસી દિવસે” આપ સુરત જિલ્લાના માંડવી ખાતે આવી રહ્યા છો એવી માહિતી હમોને સમાચાર માધ્યમો તરફથી મળી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ માંડવી તાલુકાની ઐતિહાસિક ધરતી પર હમો આપનું સ્વાગત કરીએ છીએ માંડવી તાલુકો ખેડે તેની ખેતી ભાગ પ્રથા નાબૂદી આંદોલનના ચળવળની શરૂઆતની ઐતિહાસિક ધરતી છે આદિવાસી સમાજ પોતાના અસ્તિત્વ–અસ્મિતા–સંસ્કૃતિનું જતન કરવા સતત સંઘર્ષ કરી રહ્યો છે,આ સંઘર્ષમાં કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે,જેનાથી આદિવાસી સમાજના લોકોના બંધારણીય અધિકારો પર સંકટ ઉભું થયું છે.
આદિવાસી સમાજ આ સમસ્યાઓથી ગંભીર પીડા અનુભવી રહ્યો છે જેની રજૂઆત કરવા માટે આદિવાસી સમાજના એક પ્રતિનિધિ મંડળને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી માંડવી 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરવા માટે સુરત જિલ્લાના માંડવી ખાતે આવી રહ્યા હોઇ ત્યારે મુલાકાત માટે સમય માંગ્યો છે

