વલસાડ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વલસાડ ડેપોથી વલસાડ કોલેજના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરુ થવાના અને છૂટવાના અલગ અલગ સમયે 4 બસો મુકવા વલસાડ ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી.વલસાડ જિલ્લામા વર્ષ 1957 થી બી.કે.એમ. સાયન્સ કોલેજ અને જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજ તેમજ વર્ષ 1973થી શાહ એન.એચ. કોમર્સ કોલેજ કાર્યરત છે જેમાં અત્યારસુધીમા ભણીગણીને કેટલાય સામાન્ય વિદ્યાર્થીઓ નામાંકિત વ્યક્તિઓ બન્યા છે.કોલેજ બન્યાને આટલો લાંબો સમય થવા છતાં દુરદૂરથી ભણવા આવતા ગરીબ વિદ્યાર્થીઓ માટે વલસાડ બસ ડેપોથી કોલેજ સુધીનું આશરે 3 કિલોમીટર જેટલું અંતર જેને પગપાળા ચાલવા માટે 40 મિનિટ જેટલો લાંબો સમયગાળો લાગતો હોય છે,તેના માટે માત્ર 1 જ બસ બપોરે ઉપલબ્ધ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ 1 જ બસ ઉપલબ્ધ હોવાથી કોલેજમાં ભણતા અનેક વિદ્યાર્થીઓએ આવજાવ માટે ચાલતા જવા મજબુર બનવું પડતું હોય છે.હકીકતમા સવારે 7 વાગેની આસપાસ એક બસ વલસાડ ડેપોથી કોલેજ સુધી અને સાંજે 4-5 વાગેની આસપાસ કોલેજથી ડેપો સુધી ઉપલબ્ધ હોવી જોઈએ કારણકે અનેક ગરીબ વિદ્યાર્થીઓ પાસે દરરોજ રીક્ષાના ભાડાના ખર્ચી શકે એટલા રૂપિયા નહીં હોવાથી આવવા જવાનો મળીને કુલ એક થી દોઢ કલાક જેટલો સમય કોલેજ અને ડેપો વચ્ચે આવવાજવા માટે ચાલવામાં જ ગાળવો પડતો હોય છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ માટે વ્યાપારલક્ષી એપ્રોચ નહીં રાખી દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય એ માટે ભલે પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ નહીં થાય તો પણ ઉપર જણાવેલ વહેલી સવારે અને સાંજના સમયગાળામાં બસો મુકાવી જોઈએ.

કારણકે ગરીબ પરિવારમાંથી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમા ગરીબ વાલીઓ પોતાના પરિવારની રોજબરોજની જરૂરિયાતો પહોંચી વળવા સક્ષમ નથી હોતા અને આદિવાસી વિસ્તારોમાં કુપોષણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ મહિલા વિદ્યાર્થીનીઓમાં એનિમિયાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે આથી આવા આર્થિક-શારીરિક રીતે નબળા બાળકો માટે આટલુ લાબું અંતર ભણતરમાં અવરોધરૂપ બનતું હોય છે.અમે કરેલ તપાસ દરમ્યાન મળતી માહિતી મુજબ કેટલીક ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ બસોની સુવિધાઓ વલસાડ ડેપો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે તો વલસાડ ડેપો મેનેજરશ્રીએ કોલેજ આવતા જતાં ગરીબ વિદ્યાર્થીઓની સમસ્યાઓ ધ્યાને લઇ એલોકો માટે બસોની વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી ગરીબ વિદ્યાર્થીઓના હિત માટે રજૂઆત છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here