પારડી: પારડી તાલુકાના વેલપરવા ગામમાં એક 26 વર્ષીય યુવતીના ગુમ થવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. માતા શિલાબેન જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા 21 જુલાઈના રોજ પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી કે તેમની પુત્રી પિન્કીબેન અંકીતભાઈ ધો. પટેલ (ઉ.વ. 26, રહે. નવીનગરી ફળિયા, વેલપરવા) 25 એપ્રિલના રોજ રાત્રે માવતર ઘરે રોકાવા આવી હતી અને રાત્રે 11:30 વાગ્યે સૂઈ ગયેલી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ 26 એપ્રિલના રાતે લગભગ 3 વાગ્યે શિલાબેન ઉંઘમાંથી જાગ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે પિન્કીબેન પથારીમાં નહોતી. તેમણે તાત્કાલિક ઘરમાં તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહીં.
પિન્કીબેનનો મોબાઇલ સ્વીચ ઓફ મળતાં પરિવારજનોએ તેમનાં તમામ સંબંધીઓ અને નજીકના રેલવે સ્ટેશનો તથા શહેરોમાં તપાસ હાથ ધરી પણ ક્યાંયથી પોઝિટિવ સંકેત મળ્યા ન હોતા.આથી માતાએ પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબત જણાવી દીકરી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે.

