ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે બીક સેલો પ્રાઇવેટ લિમિટેડ કરમબેલી વાપી ખાતે કર્મચારીઓને પડતી તકલીફ અને એમની માંગણી બાબતે કલેકટર શ્રી વલસાડને પ્રાંત આધિકારી શ્રી ધરમપુર મારફત 200 થી વધારે કર્મચારીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
વાપી કરમબેલા ખાતે આવેલ બીક સેલો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ સાથે આજરોજ કલેકટર શ્રી વલસાડને પ્રાંત અધિકારી શ્રી ધરમપુર મારફત રજૂઆત કરવામાં આવી અને જેમાં એમની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો જેવી કે (1) એક રજા પાડવામાં આવે તો જબરજસ્તી રિઝાઇન મૂકવામાં આવતું હોય, (2)કોન્ટ્રાકટ વાળા ને એક અઠવાડિયું બ્રેક આપે અને એક કલાક કામ કરાવી રિટર્ન મોકલી આપવામાં આવે,(3) બે વર્ષથી પગારમાં વધારો નથી કરાયો,(4)જબરજસ્તી થી સેકન્ડ નાઈટ કરાવવામાં આવે અને ન જાય તો જબરજસ્તી રીઝાઇન મુકાવે,(5) કર્મચારીઓને જબરજસ્તી રિઝાઇન મુકાવી દે અને નવી ભરતી કરવામાં આવે, (6)કર્મચારીઓ પગાર બાબતે રજૂઆત કરવા જાય તો એચ આર માંથી કહેવામાં આવે છે કે તમારે કામ કરવું હોય તો કરો નહીતર રિઝાઈન મૂકી દો,(7)કોઈપણ કર્મચારી રજા માંગવા જાય તો તેમને કહેવામાં આવે કે અહીં કંઈ ધર્મશાળા છે કે,(8) નાઈટ શિફ્ટમાં 11 થી સાત વાગ્યા સુધી વોશરૂમમાં પાણી બંધ કરી દેવામાં આવે છે,(9)કોઈ કારણોસર ગાડીમાં પ્રોબ્લેમ આવે કે ટ્રાફિકના કારણે થોડું પણ લેટ થાય તો હાફ ડે માટેનો બ્રેક આપી દેવામાં આવે છે (10)ગાડીમાં જતા કર્મચારીઓમાંથી અડધા નોકરી પર રાખે અને અડધા ને રજા આપી દેવામાં આવે છે
આવા અનેક બાબતે આજરોજ રાજુઆત કરવામાં આવી અને અમારા એક પણ કર્મચારી ને ખોટીરીતે નોકરી પરથી કાઢી મુકવામાં આવછે કે હેરાન કરવામાં આવછે તો આગામી દિવસોમાં આ તમામ કર્મચારી ઓ સાથે આ કંપીના આગળ ધારણા પર બેસીસું ની વાત કરવામાં આવી હતી

