આરોગ્ય: પ્યુરીનથી ભરપૂર આહાર ખાવાથી શરીરમાં યૂરિક ઍસિડનું ઉત્પાદન થાય છે. યૂરિક ઍસિડ, એ એક પ્રકારનો નકામો પદાર્થ છે, જે શરીરમાંથી ફિલ્ટર થઈને બહાર નીકળી જાય છે. પરંતુ જો શરીરમાં તેનું પ્રમાણ વધવા લાગે તો તે કેટલીયે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને જન્મ આપે છે.
શરીરમાં યૂરિક ઍસિડનું સ્તર ઊંચુ જવાના કારણે ગાઉટની તકલીફ ઉભી થાય છે. જેના કારણે પગના અંગૂઠામાં સોજા આવે છે. આની સાથોસાથ, યૂરિક ઍસિડના ક્રિસ્ટલ્સ સાંધાઓમાં પણ જામવાનું શરૂ થઇ જાય છે. પરિણામે, ઘૂંટણ તથા બંને હાથની આંગળીઓમાં સોજા આવવાથી એ ફૂલવા લાગે છે. આવી પરિસ્થિતિમાં વેળાસર ચેતી જઇને યૂરિક ઍસિડનું હાઇ લૅવલ ઓછું કરવું અત્યંત આવશ્યક બની જાય છે. નિષ્ણાંતો કહે છે, કયો આહાર લેવાથી યૂરિક ઍસિડનું હાઇ લૅવલ નીચું આવી શકે છે.
યૂરિક ઍસિડનું હાઇ લૅવલ ઓછું કરવા માટે શું ખાવું ?
દૂધી – દૂધીનો જ્યુસ પીવાથી શરીરમાંથી ખરાબ યૂરિક ઍસિડ ઝડપથી બહાર નીકળવા લાગે છે.
કાકડી – કાકડીમાં પ્યૂરિન ઓછું હોય છે પણ એમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેનાથી શરીર ડીટૉક્સ થાય છે. આથી તમે દરરોજ કાકડીનો સલાડ ખાઇ શકો કે પછી કાકડીનો જ્યુસ પણ પી શકો છે.
આમળા – વિટામિન સી થી ભરપૂર આહાર ખાવાથી શરીરમાં જમા યૂરિક ઍસિડ બહાર નીકળવા લાગે છે.
સંતરા, લીંબુ, આમળા તથા જામફળ વિટામિન સી થી ભરપૂર આહાર છે.
જવનું પાણી– બાર્લી વૉટર અર્થાત્ જવનું પાણી પીવાથી પણ શરીર કુદરતી રીતે ક્લીન થવા લાગે છે. તમે જવની ફાડા ખીચડી(દલિયા) અથવા તો જવના લોટની રોટલીઓ બનાવીને પણ ખાઇ શકો છો.
પાણી- દરરોજ અઢીથી ત્રણ લીટર પાણી જરૂરથી પીવું જોઇએ. યૂરિક ઍસિડની તકલીફમાં પાણી પીતાં રહેવાથી તે પેશાબ વાટે બહાર નીકળવા લાગશે.
હાઈ યૂરિક ઍસિડ હોય તો શું ના ખાવું ?
1 યૂરિક ઍસિડનું સ્તર ઊંચુ હોય તો શુગરયુક્ત પીણાં પીવાનું ટાળવું જોઇએ.
2 હાઈ ફ્રુક્ટૉઝ વાળા સિરપ પણ ન પીવા જોઇએ.
3 યૂરિક ઍસિડથી ત્રસ્ત લોકોએ આલ્કોહૉલનું સેવન કરવું જોઇએ નહિ.
4 ઑર્ગન મીટના સેવનથી પણ દૂર રહેવું. પ્રાણીઓના કિડની તથા બ્રેઇન વગેરે અંગો ખાવાથી પણ બચવું જોઇએ.
5 સી ફૂડ, જેમ કે ટૂના અને ટ્રાઉટ માછલી ખાવાથી બચવું જોઇએ.
6 લાલ માંસ ન ખાવુ જોઇએ.

