ખેરગામ: ખેરગામ તાલુકા મથકે 67 વર્ષ પુરાણી જનતા માધ્યમિક શાળાના અનેક વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા વર્ષથી બસ સ્ટેન્ડ ન હોવાથી બસની શાળા છૂટયા બાદ ઘરે જવા બસની પ્રતીક્ષા કરવામાં ભારે વિટંબણા પડે છે. જેમાં અનિયમિત એસટી બસસેવાથી વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો થાય છે.ખેરગામની જનતા માધ્યમિક શાળામાં ખેરગામ સહિત આજુબાજુના અનેક ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે,જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના છાત્રો પણ એસટી બસ મારફત મુસાફરી કરી શાળામાં આવજા કરે છે

પરંતુ કેટલીક વાર બસની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન થતા હોય છે,અને વર્ષોજૂની બસ સ્ટેન્ડ તૂટી જતા ઘણા વર્ષથી બસ સ્ટેન્ડના અભાવે ઉનાળે, ચોમાસે છાત્રોએ બસની રાહ જોવામાં ઘણી વિટંબણા વેઠવી પડે છે.17 જુલાઇની સાંજે કલવાડા સુધીના વિદ્યાર્થીઓ માટે 4.55ની બસ 5.33એ આવી,જેમા જાગૃત નાગરિકે શિસ્તબત હરોળમાં છાત્રોને ઊભા રાખી આ પ્રમાણે રોજ બસમાં પ્રવેશ કરવા જણાવ્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓને શાળા છૂટ્યા પછી બસની રાહ જોવામાં કેટલીક વાર રઝળવું પડે છે.

આ અંગે એસટીના અધિકારીને જાગૃત નાગરિકે ટેલીફોનિક વાતચીત કરી સમસ્યા હલ કરવા કલવાડાની 4.30ની બસને લંબાણ આપી કામચલાઉ તાકિદે પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું.જનતા માધ્યમિક શાળાના બસ સ્ટોપ આગળ બસ સ્ટેન્ડ માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય ફંડમાંથી બસ સ્ટેન્ડ બનાવવા રૂપિયા પાંચ લાખની ફાળવણી કરવામાં આવી છે. બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને પડતી હાલાકી બાબતે પણ અમે એસટી વિભાગના અધિકારીને પત્ર લખી શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે બસસેવા નિયમિત દોડાવવા જાણ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here