વલસાડ & નવસારી: વલસાડ જિલ્લા સહકારી દૂધ સંઘ ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાના દૂધ મંડળીઓના તમામ સભાસદોના ખાતા વલસાડ જિલ્લા સહકારી બેંકમાં ખાતા ખોલાવી ત્યાં દૂધના પૈસા જમા કરવા દબાણ કરતા દૂધ મંડળીના પ્રમુખો તથા સભાસદોએ વિરોધ કરી આલીપોર ડેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી.
વલસાડ જિલ્લા સહકારી દૂધ સંઘ ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાના દૂધ મંડળીઓના તમામ સભાસદોના ખાતા વલસાડ જિલ્લા સહકારી બેંકમાં ખોલાવવા માટે દબાણ કરી પોતાના ગામથી દૂર આવેલી બેંકમાં ખાતા ખોલાવી ત્યાં દૂધની રકમ જમા કરાવવા દબાણ કરવામાં આવે છે.આવા સંજોગોમાં તા. 21 /7/ 2025ના રોજ વાંસદા તાલુકાની મોટી ભમતી દૂધ મંડળીઓએ વિરોધ નોંધાવી એક આવેદનપત્ર આલીપોર ડેરીના ચેરમેન ગમનભાઈ પટેલને આપી દૂધના નાણાં વર્ષોથી જે બેંકમાં અમારા ખાતા હોય એજ બેંકમાં નાણાં મળે એવી માંગણી કરી હતી.
ભવિષ્યમાં અમારી માંગણી મુજબના ખાતામાં નાણાં નહીં મળે તો આવનારા દિવસોમાં દરેક મંડળીના તમામ સભાસદો સાથે આલીપોર ડેરી સંઘનો ઘેરાવો કરવા સુધીની દરેક સંઘના ડેરીના પ્રમુખો અને કારોબારી સભ્યોએ ઉચ્ચારી હતી.વલસાડ જિલ્લા સહકારી દૂધ સંઘ ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાના દૂધ મંડળીઓના તમામ સભાસદોના ખાતા વલસાડ જિલ્લા સહકારી બેંકમાં ખાતા ખોલાવી ત્યાં દૂધના પૈસા જમા કરવા દબાણ કરતા દૂધ મંડળીના પ્રમુખો તથા સભાસદોએ વિરોધ કરી આલીપોર ડેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી.

