ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા નજીકથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર હાલમાં સમાર કામ ચાલી રહ્યું છે અને માર્ગ વનવે કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે વાહનચાલકોને રોંગ સાઈડમાંથી જવા મજબુર થવું પડે છે. જેના લીધે આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ નં જીજે 18 ઝેડ 5676 અને ઈકો ગાડી નં જીજે 22 પી 2238 વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ અકસ્માતમાં ઈકો કાર ચાલક અને બાજુની સીટ પર સવાર વ્યક્તિ ફસાઈ જવાના કારણે ગંભીર ઈજાઓ પહોંચતા જેમના સ્થળ પર જ મૃત્યુ નીપજયા હતા અને બાકીના ઈકોમાં સવાર લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઈકો સવાર લોકો ઈલેક્ટ્રીકના વ્યવસાય અથવા કોઈ અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું તારણ બહાર આવી રહ્યું છે કેમકે અકસ્માત સર્જાયેલી ઈકો ગાડીમાંથી ડ્રીલ મશીન, કટર મશીન અને વાયર સહિતનો અન્ય સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યો છે કે ઈકો કાર ચાલક અને અને સવાર વ્યક્તિઓ કોઈ વ્યવસાયના કામ અર્થે જતા હોય તેમ લાગી રહ્યું છે.

