વલસાડ: વલસાડ દક્ષિણ વન વિભાગ દ્વારા ચાવશાળા, કપરાડા ખાતે “એક પેડ માં કે નામ” 2.0 અંતર્ગત ડ્રોન દ્વારા બીજ વાવેતર કાર્યક્રમ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આ એક આગવી પહેલનો મુખ્ય ઉદ્દેશ વરસાદી માળામાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી મોટાપાયે વન વિસ્તારને વિસ્તૃત કરવાનો છે. જમીનની જળધારતા જાળવી રાખવી છે. વલસાડ દક્ષિણ વન વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીથી દુરગમ અને પહાડી વિસ્તારોમાં સરળતાથી, ઝડપથી અને અસરકારક રીતે બીજ વાવેતર કરવામાં આવી રહ્યું છે. જે પારંપરિક રીતે દુર્ગમ સ્થળોએ મુશ્કેલ હતું.
વાવેતરના વિવિધ પ્રકારના બીજનો ઉપયોગ કરીને સ્થાનિક પ્રજાતિઓના વૃદ્ધિને પ્રોત્સાહન મળશે, કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, વલસાડ જિલ્લા ન્યાય સમિતિ અધ્યક્ષ મીનાક્ષીબેન ગાંગોડા, તાલુકા ભાજપ પ્રમુખ, વિપુલભાઈ ભોયા, કિસાન મોરચા મહામંત્રી ચેંદરભાઈ ગાયકવાડ, તેમજ ચાવશાળા ગ્રામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

