ખેરગામ: ખેરગામના ભસ્તા ફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઓલ ઇન્ડિયા બીગ બોસ રબર ટુર્નામેન્ટનું ખેરગામના યુવાનો પ્રતિક પટેલ,અંકુર રાઠોડ,કિશન રાઠોડ,સુભાષ પટેલ દ્વારા ભવ્ય આયોજન આદિવાસી સંસ્કૃતિની પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ સામાજિક કામોની વ્યસ્તતા વચ્ચે પ્રેરક ઉપસ્થિતિ આપી યુવાઓનો ઉત્સાહ વધાર્યો હતો.ટુર્નામેન્ટમાં કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો.
Decision News ને મળેલી માહિતી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલની અંતિમ મેચમાં રામેશ્વર ઇલેવન અને બિરસા ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ બિરસા ઇલેવન એ કરી 8 ઓવરમાં 90 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં રામેશ્વર ઇલેવને રન ચેસ કરી ચેમ્પિયનનો તાજ પોતાના શિરે કર્યો હતો.જેમાં બેસ્ટ બોલર સુરેશ વરથા, બેસ્ટમેન જીતેશ રાઠોડ, બેસ્ટ ફિલ્ડર યુવી તેમજ મેન ઓફ ધ સિરીઝ જીતેશ રાઠોડ રહ્યા હતા.
આ તમામ ખેલાડી મિત્રોને ઉપસ્થિત આદિવાસી ખેરગામના ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ, આદિવાસી અગ્રણીડૉ દેવેન્દ્ર માહલા, સુમિત્રાબેન, આશિષ પટેલ, અનુરાગ પટેલ, જીગ્નેશ પટેલ, મહિન્દ્ર પટેલ, પારડી ડુંગરીના સરપંચ રવીન્દ્ર પટેલ, પંકજ પટેલ, અંકિત આહિર સહિતના અગ્રણીઓએ આદિવાસીની પરંપરા મુજબ આદિવાસી ખેલાડી મિત્રોને ટોપી પહેરાવી વિજેતા ટીમને તેમજ રનર્સઅપ ટીમને રોકડ તેમજ ટ્રોફીનું વિતરણ કર્યું હતું.ખેરગામ ભસ્તા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રથમ વખત ઓલ ઇન્ડિયા આદિવાસી બિગ બોસ રબરબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરનારા આદિવાસી યુવાનોને સમાજના મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા.કલ્પેશ ગુબાડે અને અઝીઝ બોડીયાતે મજેદાર કોમેન્ટ્રી કરી દર્શકોનું મનોરંજન પુરુ પાડયું હતું.

            
		








