નર્મદા: આગામી 31મી ઓકટોમ્બર સરદાર પટેલના જન્મદિને એકતાનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દર વર્ષે યોજાતી નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા પરેડ -2025 અંગે ઉજવણી પૂર્વે પ્રારંભિક બેઠક અને પરેડ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરવા માટે વી.આઈ.પી. સર્કિટ હાઉસ ખાતે બી.એસ.એફના ડી.જી. દલજિત સિંઘ ચૌધરીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના ઉચ્ચઅધિકારી ઓ અને નર્મદા જિલ્લાના પરેડ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી નિપુણા તોરવણે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પુરૂ પાડી રચનાત્મક સુચનો કર્યા હતા. આ વેળાએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત બીએસએફ વિભાગના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબે પણ રચનાત્મક સૂચનો કરીને બેઠકમાં સહભાગી બન્યા હતા.
આ વર્ષે સરદાર પટેલનની 150 મી જન્મ જયંતિની ઉજવણી હોઇ આ વખતે એકતાનગર ખાતે યોજાનાર પરેડમાં વિશેષ આકર્ષણો ઉમેરાશે. જેમાં માર્ચ-પાસ્ટ, ટેબલો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને આ વર્ષે રાષ્ટ્રીય એકતા થીમ પર રાજ્યની વિવિધ ભાષાઓમાં રેખાંકિત શબ્દ એકતા ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ જેવા મહત્વના આકર્ષણો લોકોને આબેહૂબ નજરે નિહાળવા મળશે અને લબાસના દ્વારા આરંભ કાર્યક્રમ પણ યોજાશે.

