નર્મદા: આજરોજ સાગબારા તાલુકાના નાલ- ખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો. ઉમરપાડા તાલુકાની રેંજમાં છેલ્લા 25 વર્ષથી જંગલની જમીન ખેડતા ખેડૂતોને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ખેતી કરતા રોકવામાં આવ્યા. ઘણા બધા બીજા લોકો જંગલની જમીન ખેડે છે પણ ફોરેસ્ટના અધિકારીઓએ ખોટા બહાના કરી આ ખેડૂતોને ખેડાણ વાળી જમીનમાં પ્રવેશવા દેતા નથી અને પોલીસ તથા ફોરેસ્ટના અધિકારીઓ આ ગરીબ આદિવાસીઓને ડરાવે ધમકાવે છે.
Decision News ને મળેલી માહિતી આ એ ખેડૂતો છે જેમણે ઉકાઈ ડેમમાં પોતાની કિંમતી જમીનો આપી છે અને જમીન જતા તેઓ બેઘર બની જતા તેઓના જીવન નિર્વાહ કરવા માટે જંગલની જમીન ખેડે છે. કાયદો બધા માટે સરખો હોય છે, જો બીજા ખેતી કરતા હોય તો ફોરેસ્ટના અધિકારીઓએ સાગબારા તાલુકાના આ ગરીબ ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દેવી જોઈએ.
જો આ રીતે ખેડૂતોને ડરાવવા ધમકાવવામાં આવશે તો અમે ફોરેસ્ટના ડી.એફ.ઓ અને આર.એફ.ઓ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ સરકારમાં ફરિયાદ કરીશું. મારી ફોરેસ્ટના વડાને અપીલ છે કે, આ ખેડૂતોને જમીન ખેડવા દેવી જોઈએ અને જો તેમ નહીં કરો તો આ વિસ્તારમાં મોટુ જન આંદોલન થશે અને આ લોકોના સમર્થનમાં આદિવાસી વિસ્તારમાં કાર્યરત એન.જી.ઓ તથા અન્ય સંગઠનો આવીને વાતાવરણ બગાડશે જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ અને ફોરેસ્ટ વિભાગની રહેશે.

