વલસાડ: વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ અને વલસાડના જ પૂર્વ કલેક્ટર રેમ્યા મોહન રજાનો દિવસ હોવા છતાં રાજ્યમાં બ્રિજોની સ્થિતિનો ટેગ લેવા રાજ્ય સરકારના આદેશના પગલે વલસાડ આવી પહોંચ્યા હતા.જેના પગલે અધિકારીઓમાં ભારે દોડધામ રહી હતી.
વલસાડ જિલ્લા પ્રભારી સચિવ રેમ્યા મોહને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે લીલાપોર ખાતે ઔરંગા નદી પરના બ્રીજનું નિરીક્ષણ કર્યું હતું. પ્રભારી સચિવએ બ્રીજનું નિરીક્ષણ કરી બ્રીજના સ્ટ્રકચર અંગેની માહિતી મેળવી, આ બ્રિજ ફકત ટુ વ્હીલર વાહનો માટે જ ખુલ્લો રાખવામાં આવ્યો છે તેની જાણકારી મેળવી હતી.
પ્રભારી સચિવની આ સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર ભવ્ય વર્મા, માર્ગ અને મકાન વિભાગ અને પંચાયતના કાર્યપાલક ઇજનેરો અને વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

