ભરૂચ: ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ થકી માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સલાહ આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું પાલન નહિં કરનાર સામે આરટીઓ વિભાગે દંડાત્મક પગલાં લઈ રહ્યા છે.
Decision News નેમળેલી માહિતી આરટીઓ વિભાગની ટીમ જિલ્લા ભરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત આરટીઓ વિભાગે ત્રણ મહિનામાં ઓવરલોડ વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 752 વાહન માલિકોને 1.18 કરોડ થી વધુનો દંડ રિકવરી કરવામાં આવી હતી. ઓવરલોડિંગ વાહનોના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાઈ છે.
જેના કારણે કેટલાક કિસ્સામાં અકસ્માત દરમિયાન માનવ મૃત્યુ પણ થતું હોય છે. ત્યારે આવા ઓવરલોડિંગ વાહનો પર લગામ લગાવવા અને આરટીઓના નિયમોનું પાલન કરવામાં માટે આરટીઓ વિભાગ ભરૂચ જિલ્લામાં આવેલ અલગ અલગ વિસ્તારમાં જઈને તપાસ કરી રહી છે. આરટીઓ વિભાગ અવાર નવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે વર્ષ દરમિયાન તપાસ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.

