નવસારી: નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સ્ટેશન નજીક આવેલા ઓવરબ્રિજ પર શહેર તરફ આવી રહેલી અલ્ટો કાર અને રખડતું ઢોર સામસામે આવી જતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારના આગળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું છે.

Decision News નેમળેલી માહિતી મુજબ ઢોરને પણ ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે કરુણા રથમાં લઈ જવામાં આવ્યું છે.ઘટનાની જાણ થતાં પોલીસ કર્મચારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતને કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની રહી છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here