નસવાડી: આજરોજ નસવાડી તાલુકાના આદીવાસી સમાજના દ્વારા મોટી સંખ્યામાં આદીવાસી યુવાનો આગેવાનો ભેગા થઈને આદિવાસી સમાજના યુવા અને લોકહિતના સવાલો અને સમસ્યાને વાચાઆપનારા ચૈતર વસાવાનાં સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આદિવાસી આગેવાનોએ Decision News સાથે વાત કરતાં કહ્યું કે ચૈતર વસાવા ખાલી ડેડિયાપાડા અને સાગબારા પૂરતા નેતા નથી. સમગ્ર આદિવાસી સમાજનાં આગેવાન છે. પોલીસે આગોતરા પ્લાનિંગ થી ગ્લાસ વડે હત્યાના પ્રયાસની અને મહિલાને આગળ કરી, વાત ઉપજાવી કાઢી સંજય વસાવાને ફરિયાદી બનાવી, ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધારાસભ્ય ચૈતર વસાવાની ફરિયાદ પર તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. અને પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરી ખોટો કેસ કરી ફસાવી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી ભાજપના નેતાઓની રાજકીય કિન્નાખોરી થી 13 જેટલા કેસ ખોટા થયા હતા, તેમાં થી 12 કેસોમાં નિર્દોષ સાબિત થયા છે. અને એક કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. ગુજરાતની જનતા અને આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો અને અન્યાય સામે સતત અવાજ ઉઠાવી રહ્યા છે.

ત્યારે ફરી વાર ભાજપની તાનાશાહી સરકારમાં થયેલ હજારો કરોડનું મનરેગા કૌભાંડ જેની તપાસમાં 749 કરોડ જેટલું કૌભાંડ બહાર આવતા, વર્તમાન સરકારના મંત્રી બચુભાઈ ખાબડ ના બંને દીકરાઓ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા અને તેમના દીકરા અને તેઓના સાગરીતોની સંડોવણી હોય અને તેઓ હાલ જેલમાં છે. તેમના પર જે તપાસ ચાલી રહી છે આ તપાસને અટકાવવાના ભાગ રૂપે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ખોટા કેસ કરનાર તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડકમાં કડક ની કાર્યવાહી થાય તેવી આદિવાસી સમાજે લાગણી અને માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું.