નેત્રંગ: નેત્રંગથી સાગબારા ને જોડતા નેશનલ હાઈવે 753 બી ઉપર ડેડીયાપાડા ખાતે આવેલ ધામણખાડીના પુલ પર વરસાદના કારણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાતા તંત્રએએ ખાડાઓ ડામરીકરણ કરીને પુરવાને બદલે મોટા મોટા પથ્થરો થકી પુરાણ કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નેત્રંગથી સાગબારા વચ્ચે દેડીયાપાડા પાસે આવેલ ધામણખાડી વહે છે. જેના પર બે પુલો પૈકી એક પુલ જર્જરિત થતા છેલ્લા 10 વર્ષથી બંધ કરી દેવાયો છે. જ્યારે એક પુલ હાલ કાર્યરત છે જેના ઊપરથી હાલ વાહન વ્યવહાર ચાલે છે. આ પુલ પણ ભારે વરસાદના પગલે જર્જરિત અને બિસ્માર હાલતમાં થઈ ગયો છે.વરસાદ પડતાં પુલ પર વરસાદી પાણી ફરી વળતા હોય છે. આ પુલ પર પડેલા ખાડાઓને ડામરીકરણ કરી પુરવાને બદલે મોટા મોટા પથ્થરો નાખીને પુરવામાં આવતા વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.અંકલેશ્વર થી મહારાષ્ટ્રને જોડતો વાહન વ્યવહાર માટે ખૂબ જ અગત્યનો આ નેશનલ હાઈવે માનવામાં આવે છે. જેમાં એક તરફનો પુલ જર્જરિત બનતા 10 વર્ષોથી બંધ હાલત માં છે.

હાલ અહીંયા ખૂબ જ મોટા મોટા ખાડા પડી ગયા છે. ભારે માલવાહક વાહનોની અવર જવર ને કારણે પુલના સ્લેબના સળિયા પણ હાલ તો ડોકિયાં કરવા લાગ્યા છે. બને સાઈડનો વાહન વ્યવહાર એક જ પુલ પરથી પસાર થતો હોવાથી રોજ ટ્રાફિક જામ થાય છે. ભારદારી વાહનોની સતત અવરજવરના કારણે પુલ જોખમી બની ગયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here