નવસારી: વાંસદા ગ્રામપંચાયત ભવન બન્યાને બે વર્ષ વિતી ગયા છતાં હજુ પણ જૂના ટાઉન હોલમાં જ કાર્યરત છે. એજન્સીનું પેમેન્ટ બાકી હોવાથી લોકાર્પણની રાહ જોઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાંસદા ગ્રામ પંચાયત ભવન બન્યુંને બે વર્ષ વિતી ગયા પરંતુ હાલમાં પણ જુના ટાઉન હોલમાં ગ્રામ પંચાયત કાર્યરત છે.

Decision news ને મળેલ માહિતી મુજબ ગ્રામપંચાયત ભવન બન્યા બાદ એજન્સીનું પેમેન્ટ બાકી હોવાને લઇ નવા ગ્રામ પંચાયત ભવનને બે વર્ષથી ખંભાતી તાળા જોવા મળી રહ્યાં છે. વાંસદા નગરની વસ્તી અંદાજીત 25 હજાર જેટલી હોય અને હાલમાં વાંસદા નગરને નગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત થઈ રહી છે ત્યારે નવું ગ્રામ પંચાયત ભવન માત્ર 1000 સ્કેવર ફૂટ જેટલું બનાવાયું છે. જેને લઇને પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આટલી વસ્તી ધરાવતા વાંસદા નગરમાં તદ્દન નાનું ગ્રામ પંચાયત ભવન બનાવ્યું.જેમાં સરપંચ, સભ્ય અને તલાટીને બેસવાની જગ્યા બાદ કરતા અરજદારોને ઉભા રહેવાની જગ્યા પણ રહેશે કે કેમ ? હાલમાં જુના ટાઉન હોલમાં ગ્રામ પંચાયત કાર્યરત છે પરંતુ પાર્કિંગ ન હોવાને કારણે અરજદારોને વાહનો પાર્કિંગ કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. બે વર્ષથી નિર્માણ પામેલું નવું પંચાયત ભવન નાનું છે છતાં વાહનો પાર્કિંગ કરવાની સુવિધા જોવા મળી રહી છે.નવનિર્મિત ગ્રા.પં. ભવન બંધ હાલતમાં હોવાને કારણે ભવનની આગળ પ્રજાએ ગાડીઓ મૂકી સાર્વજનિક પાર્કિંગ બનાવી દીધું છે.

વાંસદા ગ્રામપંચાયત ના સરપંચ ગુલાબભાઈ પટેલે જણાવ્યું કે, “નવા પંચાયત ભવનમાં હજુ ઘણુ કામ બાકી છે નવું બનેલું વાંસદા ગ્રામ પંચાયત ભવનનું ઘણું કામ હજુ બાકી છે, જેમાં પંખા પણ નાંખવામાં આવ્યા નથી તેમજ જે એજન્સીએ બનાવ્યું છે તેનું પેમન્ટ પણ બાકી હોવાને કારણે લોકાર્પણ કર્યું નથી.”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here