સુબીર: ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આજરોજ સુબીર મામલતદારશ્રીને મળીને ભારતના રાષ્ટ્રપતિના નામ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ભીલ આદિવાસી સમુદાયના હકો, વિકાસ અને ઓળખ માટે મહત્વપૂર્ણ 36 માગણીઓ રજૂ કરવામાં આવી છે અને અલગ “ભીલ પ્રદેશ રાજ્ય” ની રચનાની જોરદાર માંગ ઉઠાવવામાં આવી છે,આવેદનપત્રમાં જણાવાયું છે કે ભીલ સમાજ ભારતના સૌથી મૂળ નિવાસી સમુદાયોમાંનો એક છે અને વિંધ્ય, સતપુરા, અરાવલી પર્વતમાળાઓ અને નર્મદા-સાબરમતી જેવી નદીઓના કાંઠે તેમની ઊંડી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઊપજા છે.
આજ સુધી તેઓ રાજકીય, શૈક્ષણિક, આર્થિક અને પ્રાકૃતિક હકો માટે સતત પછાત રહ્યાં છે,મુખ્ય માંગણીઓમાં આ મુદ્દાઓનો સમાવેશ થાય છે, 1 ભીલ પ્રદેશ રાજ્યની રચના: રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓને જોડીને ‘ભીલ પ્રદેશ’ નામે અલગ રાજ્ય બનાવવાની માંગણી. 2 ભીલી ભાષાને બંધારણની આઠમી અનુસૂચિમાં સ્થાન આપવો, અને ભીલી ભાષામાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવો. નર્મદા પાવાગઢ પીવાનું પાણી પ્રોજેક્ટને રાષ્ટ્રીય drinking water project તરીકે મંજૂરી આપવી, અરવલ્લી ગ્રીન વોલ અને હર્બલ પાર્ક યોજના, સહિત વૃક્ષારોપણ માટે વિશેષ યોજનાઓ લાવીને હરિયાળી વિસ્તાર વધારવો, આદિવાસી ધરમ કૉલમ ફરીથી સ્થાપવો જેથી આદિવાસી પોતાનું ધરમ ઓળખી શકે, જમીન બેંકની રચના કરીને ભૂમિહીન આદિવાસીઓને જમીન આપવી, આદિવાસી નાયકોનાં પૌરાણિક સ્થળોએ પ્રતિમાઓ સ્થાપી “આદિવાસી પ્રેરણા સ્થળો” વિકસાવવા, અનુસૂચિત ક્ષેત્રોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દારૂમુક્ત વિસ્તારો જાહેર કરવાના કાયદા બનાવવા, આ ઉપરાંત, વન અધિકાર, પાણી, ખનિજ સંપત્તિમાં ભાગીદારી, શિક્ષણ, પોલીસમાં પ્રતિનિધિત્વ, નદીઓના રક્ષણ, બંધારણના 244 (1), 5મું અનુસૂચન અને અન્ય અધિકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અનેક સુચનો અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
મોરચાના પ્રતિનિધિઓએ જણાવ્યુ હતું કે, ભીલ સમુદાયે હંમેશા ભારતની અસલ સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. હવે સમય આવી ગયો છે કે દેશ તેમના અધિકારો, ઓળખ અને અવાજને યોગ્ય જગ્યા આપે. આવી ભીલ જનતાના સુખદ ભવિષ્ય માટે અલગ “ભીલ પ્રદેશ રાજ્ય” બનાવવાનું એકમાત્ર રસ્તો છે. જે ગામીત જયેશભાઈ કુંવર રાજુભાઈ, પવાર, અમૂલભાઈ, શાંતિલાભાઈ મીના, ડેનેશભાઈ દ્વારા આ કામને સફળ બનાવ્યું હતું

