દક્ષિણ ગુજરાત: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના પ્રમુખ તરીકે ફરી એક વખત અમિત ચાવડાની વરણી થઈ તેઓ અગાઉ પણ વર્ષ 2018માં ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના યુવા કોંગ્રેસના કાર્યકર્તા અને લોકોમાં એવી ચર્ચા હતી કે, શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ પક્ષ કોઈ નવા ચહેરાને તક આપશે પણ અમિત ચાવડાને પ્રમુખ બનાવી સાબિત કરી દીધું કે કોંગ્રેસને નવા ચેહરામાં કોઈ રસ નથી.
સવાલ ત્યાંનો ત્યાં જ છે કે કેમ ગુજરાત કૉંગ્રેસને પ્રમુખપદ માટે નવો ચહેરો મળતો નથી ? કેમ પક્ષ હંમેશાં ‘જૂના જોગી’ ઓને જ પ્રમુખ બનાવી દે છે ? લોકો કહે છે કે કૉંગ્રેસ પક્ષે પ્રમુખપદ માટે એક નવો ચહેરો લાવી જવા જોમ જુસ્સા સાથે કોંગ્રેસને નવું સ્વરૂપ આપી સત્તામાં આવવાની જે તક મળી હતી તે ગુમાવી દીધી છે અને ફરીથી જૂના નેતાઓમાંથી જ પ્રમુખપદ સોંપી દીધું. કૉંગ્રેસના જૂની પેઢીના નેતાઓ કરતાં યુવાનોમાં કામ કરવાની વધારે ધગશ હોય છે પરંતુ છતાં કૉંગ્રેસ હાઇકમાને પક્ષની બાગડોર જૂના ચહેરામાંથી જ એક એવા અમિત ચાવડાને સોંપી છે.
વલસાડ જિલ્લાના લોકો કહે છે કે કોંગ્રેસની પરંપરા રહી છે કે ગુજરાત કૉંગ્રેસમાં એ પરંપરા રહી છે કે દિલ્હીમાં બેઠેલા પક્ષના મોવડીઓને ખુશ રાખવા માગે છે, કાર્યકર્તાઓ કે જનતાને નહિ. જે નેતા હાઇકમાનની લાઇન પકડીને ચાલે તે જ પ્રમુખ બની શકે છે અને જે નેતા આમ નથી કરી શકતા તેઓ ક્યારેય કૉંગ્રેસમાં સારી જગ્યાએ પહોંચી શકતા નથી.” ગુજરાત કૉંગ્રેસના તમામ નેતાઓ દિલ્હીના ઇશારે જ કામ કરે છે. કોંગ્રેસની આ જ નીતિને કારણે ગુજરાત કૉંગ્રેસના ઘણા નેતાઓ લોકોથી દૂર થઇ રહ્યા છે. તેની સીધી અસર પાર્ટી પર પડી છે. “ધીરે-ધીરે પાર્ટી ગુજરાતમાંથી ખતમ થઈ રહી છે. કોંગ્રેસ પ્રમુખપદની કામગીરી દિલ્હીના નેતાઓને ખુશ રાખવા પૂરતી જ સીમિત રહી ગઈ.. જીગ્નેશ મેવાણી કે અનંત પટેલની રાજનીતિથી કોંગ્રેસમાં યુવાઓ જોડાઈ રહ્યા છે પણ તેઓ જમીની કાર્યકર્તા હોવા છતાં જ્યારે પ્રમુખ પદની વાત આવી ત્યારે ફરી એજ જુના ચહેરાને પસંદ કરવો કેટલો યોગ્ય ? શું કોંગ્રેસનું દિલ્લી હાઈકમાન્ડ ગુજરાતમાં જાતે જ ખતમ કરવાના ઈરાદે કામ કરી રહી છે ?
કૉંગ્રેસને કેમ માત્ર જૂના નેતાઓ પર જ વિશ્વાસ છે ? આ સવાલ પર BBC ને ઈન્ટરવ્યું આપતા કહ્યું કે સાંસદ ગેનીબહેન ઠાકેરને પૂછ્યો તો તેમણે કહ્યું કે અમિત ચાવડા યુવા નેતા છે, તેથી હાલ પક્ષને પ્રમુખપદે યુવા નેતાની જરૂર નથી. તેમણે જણાવ્યું, “એવું નથી કે કોંગ્રેસમાં યુવા ચહેરાને તક નથી મળતી. અમિતભાઈ ચાવડા ખુદ યુવા છે. અનુભવી પણ છે. તેથી તેમના પ્રમુખપદે પક્ષમાં જરૂરથી પરિવર્તન આવશે. તેમની વરણી ઘણી ચર્ચાઓ બાદ થઈ છે. તમામ નેતાઓ, યુવા કાર્યકર્તાઓ તેમની સાથે છે. તેઓ એક નવી ઊર્જા સાથે કામ કરશે.” તેમણે એમ પણ કહ્યું કે “બીજા યુવા નેતાઓ જેવા કે જિજ્ઞેશ મેવાણી, અનંત પટેલ વગેરેને પણ પાર્ટીએ મોટી જવાબદારી આપી જ છે. તો લોકો એમ કહે છે કે માત્ર જવાબદારી જ કેમ આપો છો પદ આપી કામ કરવાની સત્તા આપો ને ? આ બે નેતાઓ કોંગ્રેસ પરથી વિશ્વાસ ગુમાવી ચુકેલા લોકોને અને નવા વિશ્વાસ જાગૃત કરવાનું જમીની સ્તરે કામ કરી રહ્યા છે. એટલું તો ચોક્કસ છે કે કોંગ્રેસને ગુજરાતમાં જીતનો પરચમ લહેરાવવા માટે લડાયક જીગ્નેશ મેવાણી કે અનંત પટેલ જેવા નેતાઓની જરૂર છે

