વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન- વ – ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. સંકલન બેઠક- ભાગ- ૧ માં પદાધિકારીઓ વતી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તે બાબતે વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.

સંકલન બેઠક ભાગ- 2 અંતર્ગત કલેકટરશ્રી દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સીએમ ડેશબોર્ડ બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપોલત, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષકશ્રી લોકેશ ભારદ્વાજ, દક્ષિણ વન વિભાગના નાયબ સરંક્ષકશ્રી દિનેશ રબારી, નિવાસી અધિક કલેકટરશ્રી મહિપાલસિંહ ચુડાસમા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.કલસરીયા ઉપસ્થિત હતા.

આ ઉપરાંત જિલ્લા આયોજન અધિકારી ભરત પટેલ, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી વિમલ પટેલ, અમિત ચૌધરી અને નીરવ પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલ, પંચાયતના કાર્યપાલક ઇજનેર અમીષ પટેલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here