ભરૂચ: ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં ઘણા લોકોને મોબાઇલમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ઈ ચલણ અંગેની બનાવટી એપ્લિકેશન આવી રહી છે. જેમાં ખોટી ઈ-ચલણ માહિતી મોકલવામાં આવી રહી છે. જે લિન્ક ફ્રોડ હોય છે જેના માધ્યમથી ખાનગી માહિતીની ચોરી કરવામાં આવે છે.

Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ આરટીઓના ખોટી એપ મોકલી તેના માધ્યમથી લોકોના ફોન હેક કરીને સગા સંબંધી કે મિત્રો પાસે પૈસાની માગણી કરતો મેસેજ કરવામાં આવે છે. આવી રીતે સાઇબર ક્રાઇમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવા ભરૂચ જિલ્લામાં ત્રણ મહિનામાં 30 જેટલા કેસ સામે આવ્યા હતા. જેનું સાઇબર ક્રાઇમ વિભાગે ફોનના ડેટા રિકવર કરીને આપ્યા હતા.

જેથી લોકોને આવતા બનાવટી મેસેજ કે રેપ્લિકેશન સોશિયલ મીડિયાના માધ્યમથી મળે તો તે નંબરને બ્લોક કરવા કરતાં સોશ્યલ મીડીયામાં રિપોર્ટ કરી દેવું જેથી એ નંબરનું કનેક્શન 48 કલાક માટે બંધ થઈ જશે. જેથી સાઇબર ક્રાઇમ થી બચી શકાશે.જેથી કોઈ પણ સોશિયલ મીડિયામાં આવા ખોટા એપ મોકલવામાં આવે તો તેને ખોલવાનું ટાળવું જરૂરી છે. અગાઉ પણ બનાવટી પીએમ કિસાન એપ્લિકેશન મોકલીને સાઇબર ક્રાઇમ બાદ હવે આરટીઓના બનાવટી એપ લોકોને મોકલવામાં આવી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here