વલસાડ: વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં દમણગંગા નદીના કિનારેથી 17 વર્ષીય સગીરાની લાશ મળી આવી છે. દમણ પોલીસે સગીરાની ઓળખ માટે વલસાડ જિલ્લા પોલીસની મદદ માગી હતી.
Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી સગીરાની લાશ દમણગંગા નદીમાં ડૂબેલી હાલતમાં મળી આવી હતી. વલસાડ પોલીસે સગીરાના પરિવારને શોધીને દમણ લઈ ગઈ હતી. પરિવારે લાશની ઓળખ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે સગીરા તેની કોલેજની મિત્ર સાથે પારનેરા ગઈ હતી. ત્યાંથી તે વાપી આવી હોવાનું પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું. દમણ પોલીસે ઘટના સ્થળની આજુબાજુના અને દમણના મુખ્ય માર્ગોના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે.

