ભરૂચ: વાગરા તાલુકાના ભેંસલી ગામ નજીક LPG ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો છે. દહેજ સ્થિત GTPCL કંપનીમાંથી લિક્વિડ LPG ભરીને હજીરા તરફ જતું ટેન્કર અન્ય વાહનને સાઈડ આપવા જતાં રોડની બાજુની ખાડીમાં પલટી ગયું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તરત જ સ્થાનિક તંત્રને જાણ કરી હતી. અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

ટેન્કરના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને પોતાને સલામત રીતે બહાર કાઢી લીધો હતો. આ કારણે કોઈ જાનહાની થઈ નથી. અકસ્માતને કારણે ભેંસલી અને આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, તંત્રની ત્વરિત કામગીરી અને સજાગતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here