વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રાથમિક શાળાના એક મહિલા શિક્ષિકાને ધોરણ 3 થી 5મા ગણિત વિષયનાં MTS તરીકે ઓર્ડર કરવામાં આવતા એ સમય દરમિયાન અંગત કારણોસર તાલીમમાં હાજર રહી શકાય તેમ નહી હોવાથી રજૂઆત માટે કેન્દ્રનાં CRC ઈન્ચાર્જ BRC હેમંત પટેલને વિનંતી કરવા માટે મહિલા શિક્ષિકાએ ફોન કરેલ તે દરમિયાન મહિલા શિક્ષિકાને કારણ જણાવવાની તક આપ્યા વગર જ અપમાનજનક શબ્દો ભારે ઠપકો આપી હેમંત પટેલ દ્વારા ફોન કાપી નાખવામાં આવેલ હતી.

ત્યારબાદ શાળામાં તા.16/07/2025ના રોજ CRC વિઝિટ દરમિયાન સાંજે 4 વાગ્યે મહિલા શિક્ષિકાને ઓફિસમાં બોલાવવામાં આવી અને પછી આચાર્યની હાજરીમાં ધમકીભર્યા શબ્દોમાં અપમાન કરતા કહેવામાં આવ્યું કે એક કામ કરો તમે જ CRC ની જગ્યા લઈ લો અને તે પણ ન થાય તો નોકરી છોડી દો. આવા બીજા ઘણાંબધા અપમાનજનક વાક્યો બોલવામાં આવતા શિક્ષિકા ઊંડા આઘાતમાં ડઘાઈને શાળાના છૂટ્યા પછી પણ ક્લાસમાંથી બહાર નહીં નીકળતા સાથી શિક્ષિકાઓએ તેમના પતિને ઘટના બાબતની જાણ કરતા તેઓ તેમની પત્નિને લેવા આવેલ અને હેમંત પટેલને ફોન કરતા હેમંત પટેલે કોઈપણ મહિલાનું અપમાન કર્યું હોવા બાબતે નનૈયો ભણ્યો હતો અને તમારે જ્યાં રજૂઆત કરવી હોય તે કરી શકો એમ જણાવેલ અને એવું પણ જણાવેલ મારુ કોઈ કાંઈ પણ તોડી લેશે નહીં.

આ ઉપરાંત હેમંત પટેલ દ્વારા ધોરણ 6-8 નાં શિક્ષિકા બહેનોએ પણ પોતાને છેલ્લા કેટલાય મહિનાઓથી વારંવાર ધાકધમકીભર્યા શબ્દો બોલી ગેરવર્તણુંક કરી નોટિસ આપવાની, કલેકટર કચેરી સુધી ખેંચી લઈ જઈ શિક્ષાત્મક બદલી કરાવવાની વારંવાર ધમકીઓ આપી માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ કરેલ હતી. તેઓએ હેમંત પટેલના આવાં પ્રકારનાં વારંવાર અસભ્ય વર્તનથી શિક્ષણકાર્ય પર અસર થાય છે અને બાળકો સમક્ષ વારંવાર અપમાન કરતા હોવાથી બાળકોના મનમા શિક્ષકો પ્રત્યે અનાદર ઉભો થતો હોવાની લાચારી વ્યક્ત કરી હતી.આ બાબતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હવે શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here