ગુજરાત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની નિયમિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી, પરંતુ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને જે વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા ઇચ્છતા હતા તેમની પૂરક પરીક્ષા જૂન મહિનામાં લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.

27.61% વિદ્યાર્થીઓ પાસ જુલાઈ 2025માં રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર યોજાયેલી આ પરીક્ષામાં આશરે 1.78 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીઓ નિયમિત પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા ન હતા, તેમના માટે આ પૂરક પરીક્ષા એક બીજી તક સમાન હતી. આ પરીક્ષામાં કુલ 27.61% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

વેબસાઇટ અને વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ જોઈ શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ GSEBની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પરથી સરળતાથી જોઈ શકે છે. આ ઉપરાંત, ટેકનોલોજીનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને પણ પોતાનું પરિણામ જાણી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here