ધરમપુર: આજરોજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ તાન નદી આંબા તથા માન નદીપુલ કરંજવેરી ગામનો પુલ વાહનો માટે બંધ કરવામાં આવતા લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.

Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ આંબા તલાટ ગામે તાન નદી પર અવરજવર કરવા માટે ભારે વાહનો પર પ્રતિબંધ થયેલ હોય આંબા તલાટ, બારતાડ, ખાનપુર, લાકડબારી, સતીમાળ ચૌઢા અને અંકલાછ ગામથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ અને મજૂર કારીગરોને એસટી બસ બંધ થવાથી ખૂબ જ મુશ્કેલીઓ ઉભી થઇ છે હે મુદ્દે રજૂઆત કરવામાં આવી.

ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે ધરમપુર એસટી ડેપોથી સવારના 6:30 કલાકથી સાંજે 6:00 કલાક સુધીમાં ધરમપુર થી વાંસદા, પીપલખેડ અમદાવાદ, ગાંધીનગર, વ્યારા, રાજપીપળા, ઝાવડા,આહવા, કણધા (નાઈટ), ચૌઢા (નાઈટ), કુલ 11 જેટલી એસટી બસ ધરમપુર-આંબા-ખાનપુર-પીપલખેડ-વાંસદાના રૂટ ઉપર ચાલતી બસો કરંજવેરી તથા આંબા ગામના પુલ પર ભારે વાહનો માટે બંધ કરતાં બસ બંધ થવા પામેલ છે. આ તમામ એસટી બસો ધરમપુર થી બામટી-નાની ઢોલડુંગરી-વડપાડા-જામનપાડા-તોરણવેરા-બારતાડ-ખાનપુર થઈ વાંસદા નેશનલ હાઈવે 56 ઉપરથી ચલાવવાની અમારી માંગ છે.

આ વિગતે એસટી બસો બંધ થવાથી ખાનપુર બસ સ્ટેશન થી ધરમપુર ખાતે અભ્યાસ અર્થે જતા જુદા જુદા ગામના ખાનપુર, લાકડબારી, સતીમાળ, ચૌઢા, અંકલાછ, કામળઝરી, મોળાઆંબાના અંદાજે 300 થી 350 જેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો એસટીની બસો બંધ થવાથી અભ્યાસ બગડી રહ્યો છે જેના કારણે તેમના ભવિષ્યનો પ્રશ્ન ઊભો થયો તેમ છે

કલ્પેશ પટેલ જણાવે છે કે ખાનપુર બસ સ્ટેશનથી વાંસદા ખાતે તેમજ પીપલખેડ સ્કૂલમાં અભ્યાસઅર્થે અંદાજિત 250 જેટલા વિદ્યાર્થીઓ રોજ અપડાઉન કરી રહ્યા છે આ બસ બંધ થવાથી નિયમિત સ્કૂલ કોલેજ જઈ શકતા નથી અને અભ્યાસ બગડી રહ્યો છે જેના કારણે તેમનો ભવિષ્ય બગડી રહ્યું છે. ઉપરોક્ત વિગતોની અમારી રજૂઆત ગંભીરતાથી લઈને આપની સ્તરેથી એસટી ડેપો ધરમપુર-વલસાડને તથા જિલ્લા કલેકટર સાહેબશ્રી વલસાડને જરૂરી કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here