વલસાડ: વલસાડ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા વાપીની આર.કે દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સ્વરક્ષણ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તેમજ પોકસો કાયદાને જાણકારી માટે શિબિરનું આયોજન કરાયું હતું.ડો.પ્રીતિ ચૌહાણ આચાર્ય બી.એડ કોલેજ, વાપીના નેતૃત્વમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલ માહિતી મુજબ ડો. વૈશાલી દ્વારા ભજન અને પ્રાર્થનાથી શિબિરની શરૂઆત થઈ હતી,શિબિરના મુખ્ય વક્તા પેરા લીગલ વોલેન્ટિયર નિલેશ કોશિયા દ્વારા જાતીય સતામણી,બાળકોના માટે ખાસ પોકસો કાયદાની જાણકારી આપી.
મહિલા માટે સરળ સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી પેરા લીગલ વોલેન્ટિયર શીતલ ત્રિગોત્રાનો સહયોગ રહ્યો હતો.કાર્યક્રમનો આયોજન કરવા બદલ સંસ્થાનાં ચેરમેન મિલન દેસાઈ તથા કૅમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહએ અભિનંદન પાઠવ્યા હતા.

