ઉદવાડા: આધુનિક જમાનામા અભિશાપ બની ગયેલા મોબાઇલ ફોને વધુ એક જિંદગી નિગળી છે, 26 વર્ષીય યુવતી ફોન પર વાત કરતી રેલવે ટ્રેક ક્રોસ કરતી ત્યારે ટ્રેન અડફેટે આવી જતાં મોત થયું છે.પારડીના ઓરવાડ માણેકનગર સારણ રોડ પર રહેતી પુજા માતાફેર ખેરવાર ઉવ 26ના 8 વર્ષ અગાઉ સુરત રહેતા સોનું સાથે લગ્ન થયેલા અને તેમનો હાલ 7 વર્ષનો પ્રિયાંશું નામનો દીકરો છે. પતિ સુરતમાં નોકરી કરતો હોય તહેવારો કે રજામાં ઓરવાડ આવતા હતા.
Decision News ને મળેલ માહિતી મુજબ ગત 15 જુલાઇએ રાત્રે ઓરવાડ મચ્છી માર્કેટ ખાતે દુકાન બંધ કરી પુજા તેની માતા મનીષા ભાઈ હરીશ અને પુત્ર પ્રિયાંશુ સાથે ઘરે આવી રહી હતી પરંતુ કોણ જાણતું હતું કે એક ફોન કૉલ પુજાના જીવનનો છેલ્લો કૉલ બનશે? રેટલાવ ઉદવાડા રેલવે ફાટક ક્રોસ કરતાં હતા ત્યારે હરીશ પહેલા રેલ્વે ટ્રેક પાર કરી ગયો અને જ્યારે પાછળ જોયું તો પૂજા ફોન પર વાત કરતી હતી.બીજી બાજુ વાપી તરફથી ઝડપથી ટ્રેન આવતી જોઈ હરિશે તેને બૂમ પાડી પણ તે ફોન પર વાત કરવામાં મસગુલ હોવાથી ધ્યાન ન ગયું. પૂજાએ છેલ્લી ક્ષણે ટ્રેન જોઈ ટ્રેક પરથી પગ ઉચકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સમયે ટ્રેન પહોચી જતા અડફેટે આવી ગઈ હતી.
અકસ્માતમાં પૂજાના માથા અને પગમાં ગંભીર ઈજા થતા તેનો ભાઈ હરીશ તેને તુરંત પારડીની મોહન દયાળ હોસ્પિટલમાં લઈ ગયો,પણ ડૉક્ટરોએ પુજાને મૃત જાહેર કરી હતી. રેલવે ટ્રેકની ઘટનામાં 7 વર્ષના નાનકડા પ્રિયાંશુએ માતાની છત્રછાયા ગુમાવી છે. જે બલ્ક માતા પૂજાની ગોદમાં રમતો હતો, તે હવે તેના અમૂલ્ય પ્રેમ વિના અધૂરો રહી ગયો છે.પિતા સોનું સુરતમાં નોકરી કરતો હોવાથી પ્રિયાંશુ મોટાભાગનો સમય માતા સાથે વિતાવતો હતો.

